Videos

Images

Quotes/Jokes

એક બાજી

2018-09-20 18:57:47


એક બાજી જીતવા બાજી ઘણી હારી ગયો

ના મળે કિસ્મત વગર એ વાત હું માની ગયો

હાથતાળી દઇ જતી એ લાલની રાની મને

સર વગર બે બાદ’શા નો દાવ પણ ખાલી ગયો

બંધ બાજી પર હતો વિશ્વાસ મારો આંધળો

એક પત્તુ જોઇ મોટી ચાલ એ ચાલી ગયો

ચાલ મોટી ચાલવામા જીત પણ એની થતી

સાવ ખોટી ચાલ પર મેદાન એ મારી ગયો

તું ભલે બેઠક બદલ તકદીર ક્યાં બદલાય છે?

જીતવા લક્ષ્મી ગયો ને જીદંગી હારી ગયો…



More In Love Quotes