Videos

Images

Quotes/Jokes

👌 -: લગ્નજીવનની હકીકત

2016-01-23 14:48:36


👌 -: લગ્નજીવનની હકીકત :-
_________
દરેક પરણિત સ્ત્રી-પુરુષે વાંચવા જેવું
_________

નહોતી મને તારી પડી
કે નહોતી તને મારી પડી,

આતો તને જોવા આવ્યો ને તું જડી.

હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી.

પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી,

આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી.

પછી તો એક-બીજાની એટલી પડી,

કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી.

પ્રેમની વરસાવી એવી જડી.

પછી છોકરા થયા, તું એમાં પડી,

મને પણ ધંધાની ચાનક ચડી.

ક્યાં વઈ ગઈ એ ઘડી, ખબર નો પડી,

જાણે કોઈની નજર પડી.

પછી આવી ઈમોશનલ ઘડી

કહેવા લાગી તમને કાઈ નથી મારી પડી,

અને તું ઇમોશનલી રડી,

જાણે મારી ઉપર આફત પડી.

થોડી રકજક ને થોડી જીભાજોડી.

આવી ગેરસમજની ઘડી,

કહેતાં : તને મારી નથી પડી તો મને પણ નથી પડી.

ન ચાલી ઝાઝી લડા-લડી,

કારણ?

પિયર જતી ત્યારે ખબર પડી,

કે, આતો આદત કેવી પડી,

કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી.

સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી,

પણ, મનથી તો હોય એક-બીજાની પડી.

લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી.

ઉંમર થઇ ત્યારેજ સાચા પ્રેમની ખબર પડી,

યાદ કરી જીવનની હરએક ઘડી,

બંનેના એક એક હાથે તાળી પડી.

ખુશીથી બંનેની આંખ થોડી રડી.

જીવનના અંતમાજ વાસ્તવિકતા જડી.

કે છીએ બંને એક-બીજાની છડી.✔



More In Funny Jokes