સુના થયા જંગલો ને ખુટ્યા


સુના થયા જંગલો ને
ખુટ્યા નદીના નીર
કેમ સતાવે બાપલા
હવે તો વરસી જા વીર

બગસરા ધમરોળ્યુ ધોળા દી યે
મધરાતે રંજાડ્યુ ગીર
મોં નો ફેર તુ માતરા
હવે વરસી જા વીર

તાત રુવે છે રાતા પાણીયે
અંગે નથી રીયુ ચીર
ઝપટ કર તુ જોગીડા
હવે વરસી જા વીર

એક સવારી જોવા તારી
દુનીયા બની છે અધીર
કરીશ ના દુખી એન વાલીડા
હવે વરસી જા વીર

સાંભળી ‘ખેડુતો ‘ ની વેદના હવે
જરાય ના ધરતો તુ ધીર
લાખ ગુનાઓ માફ છે તારા
હવે તો વરસી જા વીર


Tags : love